Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

1.0  

Jashubhai Patel

Others

છે હવે.

છે હવે.

1 min
6.9K


ભીતરના શત્રુઓને હરાવવા છે હવે
ઇરાદાઓને મક્કમ બનાવવા છે હવે
 
ચહેરાઓ તો બહુ બદલ્યા જીવનમાં
અરીસાઓને પણ બદલવા છે હવે
 
હોય ભલેને નાનું અમથું ખાબોચિયું
પ્રતિબિંબ તેમાં નિહાળવાં છે હવે
 
સાથે ચાલવાની ના પાડે કદિક તો
પડછાયાને પણ છૂપાવવા છે હવે
 
ડરી ડરીને ક્યાં સુધી જીવવાનું આમ
ઇચ્છાઓના સાપને ભગાડવા છે હવે
 
રોજીંદા જીવનમાં લાવે બદલાવ એવા
સુંદર નવા વિચારોને ઊગાડવા છે હવે
 
લાગે વાત નાનકડી ભલેને સૌને 'જશ'
સપનાઓને પણ સજાવવાં છે હવે


Rate this content
Log in