Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Others

4.8  

Nana Mohammedamin

Others

બનાવટી દુનિયા

બનાવટી દુનિયા

1 min
296


બનાવટી આ દુનિયામાં ખુદને બનાવવા નીકળ્યો છું,

છાંટીને પરફ્યુમ હું, દુર્ગંધને દબાવવા નીકળ્યો છું,


આજ બોલ નહીં, લખાણ ઉપર છે ભરોસો, 

તેથી પેકીંગ પર, સો ટકા શુદ્ધ લખાવવા નીકળ્યો છું,


બ્યુટીક્રીમોના આ દોરમાં છેતરાયા કંઈક સિતારા, 

તેથી હું ચંદ્રમુખીને જોવા, ચોમાસે નીકળ્યો છું, 


આ સસ્તાં અને બનાવટી સામે શીદ લડવું, 

તેથી આજ મુજ શુદ્ધતાને દફનાવવા નીકળ્યો છું,


હવે મિત્રો પણ ક્યાં મળે છે ગામની ભાગોળે, 

તેથી ફેસબુકમાં મિત્રો ગોતવા નીકળ્યો છું, 


હવે પ્રત્યક્ષ મળે તો, કોણ કહે છે સલામ ? 

તેથી વોટ્સએપમાં ગુડ મૉર્નિંગ કહેવા નીકળ્યો છું,


માનવે માનવધર્મ હવે યાદ રહ્યો છે કોને ?

તેથી તો હું હિન્દુ - મુસ્લિમ લખાવવા નીકળ્યો છું,


આ પૈસા કેરી ભાગદોડમાં જીવન જ ક્યાં રહ્યું છે,

તેથી હું 'નાના' છેલ્લા શ્વાસે, જીવન ખરીદવા નીકળ્યો છું.


Rate this content
Log in