Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રામ બોલો ભઈ રામ;
રામ બોલો ભઈ રામ;
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.3K    5


Content Ranking

પાણીમાં પરપોટો પ્રજળ્યો રામ બોલો ભઈ રામ;

માણસ આખેઆખો સળગ્યો રામ બોલો ભઈ રામ !

એક નથી કારણ એવું કે જેને આગળ ધરીએ;

ઢાળ જરા દેખ્યો ત્યાં ગબડ્યો રામ બોલો ભઈ રામ !

કોણ સલામત અક્ષર આગળ આંખ મળી કે ડૂબ્યો;

એકાદા પગલામાં દદડ્યો રામ બોલો ભઈ રામ !

અઢળક આકર્ષણ એવું કે થાય ભીતરથી મળવું;

મળવા માટે કેવો કગર્યો રામ બોલો ભઈ રામ !

હાથ પડ્યું ના હૈયાં જેવું હાથ વધુંમાં કાળા;

મરમાળું સમજીને ધબક્યો રામ બોલો ભઈ રામ 

માણસ મરણ નૈતિકતા અધ:પતન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..