Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

હું ય બદલાયો છું

હું ય બદલાયો છું

1 min
6.9K


જમાનો બદલાય એમ હું ય બદલાયો છું,
સમય બદલાતાં હવે હું ય વટલાયો છું.

પહેલાં ગાંધી ચંપલ પહેરતો હતો,
હવે નાઇકીના શુઝ પહેરું છું,
પહેલાં ઝભ્ભો લેંઘો પહેરતો હતો,
હવે જરસી, જીન્સ પહેરું છું.
જમાનો બદલાય એમ હું ય બદલાયો છું.

નાનપણમાં ગિલ્લી દંડો રમતો હતો,
હવે ક્રિકેટ ને ટેનીસ રમું છું.
પહેલાં રોટલો ને ગોળ ખાતો હતો,
હવે પિત્ઝા ને ટાકો ખાઉં છું.
જમાનો બદલાય એમ હું ય બદલાયો છું.

પહેલાં હાથ જોડી વંદન કરતો હતો,
હવે હાથ મિલાવી શેકહેન્ડ કરુંં છું.
પહેલાં રોજ સવારે છાપું વાંચતો હતો,
હવે આખો દિવસ ફેસબુક વાંચુ છું.
જમાનો બદલાય એમ હું ય બદલાયો છું.

પહેલાં હંમેશાં સાચું જ બોલતો હતો,
હવે ફાયદા માટે ખોટુંય બોલું છું.
પહેલાં સવારે નાહીને મંદિર જતો હતો,
હવે રોજ 'જશ' કલબમાં જાઉં છું.
જમાનો બદલાય એમ હું ય બદલાયો છું.

જમાનો બદલાય એમ હું ય બદલાયો છું,
સમય બદલાતાં હવે હું ય વટલાયો છું.


Rate this content
Log in