STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા સિદ્ધદાયીની

મા સિદ્ધદાયીની

1 min
151

આજે સિદ્ધદાયીની માનું નોરતું છે,

નવમે નોરતે માને નિવેદ્ધ ધરાવાય છે.


ગોરના કુવે ચેહર મા હાજરી પૂરે છે,

દર્શને રોજ માનવ મહેરામણ ઉમટે છે.


નવદુર્ગા એ ગુલાબી ચુંદડી ઓઢી છે,

આજે દેવીઓની શોભા તો અનેરી છે.


ઉપવાસ પત્યા ને ઘરેઘરે નૈવેદ્ય છે,

નૈવેદ્ય જમી અમી નજર માવડી કરે છે.


નવદુર્ગા, ચોસઠ જોગણી રાજી થાય છે

નવરાત્રીનાં પડઘમ શાંત થતાં લાગે છે.


ભાવનાની ગુલાબી રંગે રંગોળી પૂરે છે,

ગુલાબી રંગ શુધ્ધતા નું પ્રતિનિધિત્વ છે.


ગુલાબી શુધ્ધતા ને સ્ત્રી અર્થનું પ્રતિક છે,

ગુલાબી રંગમાં દુનિયા રંગાઈ ગઈ છે.


Rate this content
Log in