Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

સૂરજનું કંઈક કરવું છે

સૂરજનું કંઈક કરવું છે

1 min
1.3K


આજે તો વાદળ ઓઢીને ફરવું છે 
મારે આ સૂરજનું કંઇક કરવું છે 

કાળઝાળ કારમી ગરમી વરસાવે 
ને બુંદ બુંદ પાણી માટે તરસાવે 
હવે મોરના પીંછા બની ખરવું છે 
મારે આ સૂરજનું કંઈક કરવું છે 

આંખો લાગે તેની અગ્નિની જ્વાળા 
દિવસ આખો ઓકે આગના ગોળા 
હવે ઝાંઝવાનાં સાગરમાં તરવું છે 
મારે આ સૂરજનું કંઈક કરવું છે 

ચંન્દ્ર સંતાય આભની ભીતર 
તારલાય લાગે પસીને તરબતર 
ઠંડા બરફ જેવા સ્વપ્નમાં સરવું છે 
મારે આ સૂરજનું કંઈક કરવું છે 

પંખીઓ બધા માળામાં લપાયા 
માણસો પણ ઘરોમાં છુપાયા 
એને આઇસ્ક્રીમ જેવું 'જશ' ધરવું છે 
મારે આ સૂરજનું કંઈક કરવું છે 

આજે તો વાદળ ઓઢીને ફરવું છે 
મારે આ સૂરજનું કંઈક કરવું છે


Rate this content
Log in