Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

કૃષ્ણ કહું કે શિવ ?

કૃષ્ણ કહું કે શિવ ?

1 min
13.5K

આજે શ્રાવણી સોમવારને

સાથે જન્માષ્ટમી

કૃષ્ણ અને શિવ જાણે કે સાથે.

હરિહર આવ્યા હોય

નટરાજ અને નટવર સાથે.

એક શેષનાગની ફેણ પર નાચે,

જ્યારે બીજો તાંડવ કે પ્રદોષ !

એક શેષનાગને નાથે,

બીજો એને ગળાનો હાર

બનાવી પહેરે !

શ્રી કૃષ્ણ કહું કે શિવકૃષ્ણ ?

કૃષ્ણ રાસ રચયિતાને

શિવ સમાધિ લગાવે.

એક પૂતનાનું ઝેર શોષે,

બીજો કાલકૂટ કંઠે ધરે !

કાન ગાયોને ચરાવેને,

શિવ નંદીને સ્વીકારે.

કૃષ્ણ વાંસળી વગાડેને ,

ગોપી શાન ભાન ભૂલે !

શિવ શંખ, ભેરીને મૃદંગ,

ભૂત-પ્રેતને પિશાચ નાચે.

શિવમંદિરે આજે "હર હર મહાદેવ"ને,

કૃષ્ણમંદિરે "નંદ ઘેર આનંદ ભયો"

જીવને શરણ શિવનું !

જીવને શરણ કૃષ્ણનું !

Rate this content
Log in