ના પાડે છે .
ના પાડે છે .
1 min
14.1K
પંખીને તો જુનુ પીંજરૂ જ ફાવી ગયું છે,
નવુ જોવાની કે લેવાની તે ના પાડે છે.
નફરત થઇ ગઇ છે આ તે કેવી તેને,
નભમાં પાંખો ફેલાવાની તે ના પાડે છે.
મૌન રહે છે ને,બોલતું જ નથી કશું,
કોઇને પણ મળવાની તે ના પાડે છે.
ચાલતું ન હતું જેને મારા સહવાસ વિના,
મારી સાથે રમવાની તે ના પાડે છે.
સમજાતું નથી શું કરવું મારે હવે આનું,
'જશ' કશું નવું કરવાની તે ના પાડે છે