Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
શાને  તું  ?
શાને તું ?
★★★★★

© Chaitanya Joshi

Others

1 Minutes   13.3K    1


Content Ranking

શાને જોખી જોખીને કૃપા વરસાવે છે તું ?

શાને ગણી ગણીને રહેમ નજર કરે છે તું ? 

વિચારજે પરવરદિગાર આખરે માનવ છીએ, 

શાને આફતની વણઝાર ત્યાં મોકલે છે તું ? 

આધિ વ્યાધિને ઉપાધિગ્રસ્ત જીવ આખરે,

શાને એની અગનકસોટી વળી આદરે છે તું ? 

પરીક્ષા હોય ત્યાં જ્યાં શંકાને હો અવકાશ,

શાને નાની નાની વાતે એને કરગરાવે છે તું ? 

તારી કૃપાદ્રષ્ટિ અસીમ હોવી ઘટે હરિવર !

શાને તુજ ઉઠીને એને સીમીત કરે છે તું ? 

પરવરદિગાર પરીક્ષા જીવન રાહત કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..