અમે ક્યાં કશુંય માગ્યું હતું ,
અમે ક્યાં કશુંય માગ્યું હતું ,
અમે ક્યાં કશુંય માગ્યું હતું,
છતાં તમે બધુંય આપ્યું હતું.
બહાનાં બતાવતા જાતજાતનાં,
ખબર ન પડતાં વાતવાતમાં,
દીલને કેવું સિફતથી માપ્યું હતું,
અમે ક્યાં કશુંય માગ્યું હતું.
હતા સબંધો જ્યારે સાવનવા,
લાડ લડાવતાં નીત અવનવાં,
કેવળ એકજ નામ જાપ્યું હતુ,
અમે ક્યાં કશુંય માગ્યું હતું .
રમતું નીત હૈયાના આંગણમાં,
રહેતું ગીત બની અમ કંઠમાં,
અંતરમાં ભીતરે છાપ્યું હતું,
અમે ક્યાં કશુંય માગ્યું હતું.
કરતા યાદ પળે પળે તેને,
જપતાં હતાં ક્ષણે ક્ષણે જેને,
હ્યદય સરસું 'જશ' ચાંપ્યું હતું,
અમે ક્યાં કશુંય માગ્યું હતું.
અમે ક્યાં કશુંય માગ્યું હતું,
છતાં તમે બધુંય આપ્યું હતું.