Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ખળખળ
ખળખળ
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.5K    7


Content Ranking

લખવાનું બંધ કરવાં ચાહું છતાં લખું છું;
ખળખળ નિનાદ સાથે સરિતા સમો વહું છું.

હે મિત્ર; તારા કાજે હું જાગતો રહીને;
પળપળ પ્રણયના મંત્રો અમૃત ગણી શ્વસું છું.

કાજળ બનેલી રાત્રે સ્વપ્નો સજાવી સુંદર;
તવ આંખમાં સુસંગત શબ્દો સજી તરું છું.

ફળદ્રૃપ તારી માટી લીલાશ ઓઢી સોહે;
હું માત્ર એજ કારણ જ્વાળામુખી બનું છું.

વરસાદ ઓઢી લઉં છું છત્રી સમાન તો પણ-
ભીનો તને ય રાખું ફોરાં બની સ્રવું છું.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..