તુજ આંગણે
તુજ આંગણે
1 min
14K
રોજ આમજ તું મને બોલાવજે તુજ આંગણે,
ફૂલની જેમજ મને સોહાવજે તુજ આંગણે.
જો ન ફાવે ચાલવાનું પ્રેમના પંથે મને,
તું મને હળવેકથી દોડાવજે તુજ આંગણે.
કેટલું સુંદર મજાનું આંગણું દેખાય છે,
રોજ દિવડા હેતનાં પ્રગટાવજે તુજ આંગણે.
ઝંખુ છું તુજ પ્રેમને હું કેટલા યુગથી સખી,
સ્નેહની સુંદર ખુશ્બુ પ્રસરાવજે તુજ આંગણે.
છે સદીઓની તરસ, ને પ્યાસ પણ વર્ષો તણી,
પ્રેમનો વરસાદ 'જશ' વરસાવજે તુજ આંગણે.