Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

પાંખો ફૂટી'તી

પાંખો ફૂટી'તી

1 min
6.8K


એક છોડીને પાંખો ફૂટી'તી,
આભલાને તે જઈ અડતી'તી.

તારલાઓની સંગ તે રમતી'તી,
વાદળની ઓઢણી ઓઢતી 'તી.
વાયરાની સાથે વાતો કરતી 'તી, 
ચાંદાની જોડે રોજ લડતી 'તી, 
એક છોડીને પાંખો ફૂટી 'તી.

કોયલની સંગ રોજ ગાતી 'તી,
મનના ઝૂલે હિંચકા ખાતી 'તી.
વરસાદમાં નીત-નીત પલળતી 'તી,
સૂકા હૈયાને આમ ભીંજવતી'તી.
એક છોડીને પાંખો ફૂટી 'તી.

ભીનું હૈયું લઈ રોજ ફરતી 'તી,
જે આવે તેની સામે ધરતી 'તી.
દહાડો આખો સપનાં જોતી 'તી,
છાનું છપનું 'જશ' તે રોતી 'તી.
એક છોડીને પાંખો ફૂટી 'તી.

એક છોડીને પાંખો ફૂટી 'તી,
આભલાને તે જઈ અડતી 'તી.


Rate this content
Log in