સ્વપ્ન
સ્વપ્ન
1 min
6.5K
તારા સ્વપ્નનું સરનામું આપ,
સ્વપ્નમાં તારા, રોજ આવવું છે.
આવે ભલેને ઝાપટાં વિસાદનાં,
તારી લાગણી ઓઢીને ફરવું છે.
ઉભી છું તારા મનના દરવાજે,
તારા મનને ખુશ મારે કરવું છે.
આમ તો કશુંય નથી મુજ કને,
છતાંય થોડુંં વહાલ તને ધરવું છે.
કરવી છે મજા એટલી બધી ને,
ખુશીના મહાસાગરમાં તરવું છે.
જોઉં છું રાહ ઘણા સમયથી તારી,
મારે કેટલુંય તને આજ કહેવું છે.
સાથ મળે જો તારો આવો 'જશ',
તો રોજ આમ જ વહેતા રહેવું છે.