STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મહાગૌરી મા

મહાગૌરી મા

1 min
228

આજે મહાગૌરી માનો દિવસ છે,

આઠમ તો ભવોભવની પીડા હરે છે.


મહાગૌરી મા મોરપીંછ રંગનાં વસ્ત્રોમાં, 

નવદુર્ગા નિસર્યા છે મોરના લીલા રંગમાં.


ગોરના કુવે આઠમનો અનેરો લ્હાવો છે,

ભાવના હૈયું ખોલી ચેહર ને ભજવા છે


મોરપીંછ રંગનાં રથડે નવદુર્ગા નિસર્યા રે

મોરપીંછ રંગ ઈચ્છાઓ, આશા પૂરે રે.


ચેહર મંદિરે આઠમની આરતી અનેરી રે,

માનવ મહેરામણની ઈચ્છા પૂર્ણ કરે રે.


આઠમે શ્રધ્ધા કેરો દીવડો પ્રગટાવી લો,

અંતરથી જય ચેહર મા ભાવે બોલી લો.


મહાગૌરી મા ભક્તોની તારણહાર છે,

મોર, ઢેલ પણ નવદુર્ગા કાજે નૃત્ય કરે છે.


Rate this content
Log in