કોને ખબર
કોને ખબર
તારા જેવું ખર્યું હશે કોને ખબર
આભ કેટલું રોયું હશે કોને ખબર
વાદળોની વણઝાર તો ચાલી ગઈ
ચાંદની પણ જાણે રિસાઈ ગઈ
રાતે કેટલું ખોયું હશે કોને ખબર
આભ કેટલું રોયું હશે કોને ખબર
પ્રેમઘેલો ચાંદ આજ ડૂસકાં લે છે
યાદમાં કોઈની તે ઝૂર્યા કરે છે
દિલ કોઇએ તોડ્યું હશે કોને ખબર
આભ કેટલું રોયું હશે કોને ખબર
તારાઓ પણ બધા કેવા ખામોશ છે
અંધકાર પણ કેટલો બધો સ્તબ્ધ છે
એમણે કેટલું છોડ્યું હશે કોને ખબર
આભ કેટલું રોયું હશે કોને ખબર
તમરાઓ આ બધા પોક મૂકીને રોયા
અશ્રુબિંદુઓ તેમનાં ધરતી પર રેલાયા
એટલે જ ઝાકળ બન્યું હશે કોને ખબર
આભ કેટલું રોયું હશે કોને ખબર
તારા જેવું ખર્યું હશે કોને ખબર
આભ કેટલું રોયું હશે કોને ખબર