આવી નવરાત્રી
આવી નવરાત્રી
1 min
134
આવ્યાં આવ્યાં નવલાં નોરતાં રે,
આજે પહેલું પે'લું નોરતું થયું રે.
ગોરના કૂવે શણગાર સજ્યા છે,
નવલાં નોરતાંનો ઉત્સવ છવાયો છે,
નોરતાની રાતે દેવીઓ રમવા નિસરે,
સખીઓની સંગે રમે જોઈ મન હરખે,
ભાવના જુએ કેવો અદ્ભુત નજારો રે,
અક્ષત ફૂલો ચેહર ચરણોમાં અર્પણ રે,
સોસાયટી ને ચૌરે ચૌટે માંડવી મૂકી રે,
નવલાં નોરતાંનો થનગનાટ હૈયામાં રે,
આજે સફેદ રંગનાં ફૂલોથી પૂજા કરી છે,
સફેદ બરફી ને પેંડાનો પ્રસાદ ધરાવ્યો છે,
નવદુર્ગા એ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં છે,
શૈલપુત્રી દેવી શાંતિનો સંદેશ આપે છે.
