Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

નાખ્યું

નાખ્યું

1 min
13.1K


પાનું એકજ ફાડી નાખ્યું;
આખું વૃક્ષ ઉજાડી નાખ્યું!
એક અકારું વેણ સાંભળી
ત્વચા ભીતરમાં ગાડી નાખ્યું!

સહેજ અમસ્થો ટોણો માર્યો;
લાગ્યું કે હડસેલો માર્યો;
વિખરાયાં પળમાં બસ એકજ
સમજ્યાં ભોળો હોલો માર્યો! 
અંતરને રંજાડી નાખ્યું!
પાનું એકજ ફાડી નાખ્યું;
આખું વૃક્ષ ઉજાડી નાખ્યું!

અંતર વચ્ચે અંતર નહોતું;
એ કંઈ જાદુ-મંતર નહોતું;
ભાવસમાધિમાં વહેતા'તાં
જો કે કોઈ જંતર નહોતું;
અંતર ઝાઝું પાડી નાખ્યું!
પાનું એકજ ફાડી નાખ્યું
આખું વૃક્ષ ઉજાડી નાખ્યું!

એ પણ મૂંગાં; હું પણ મૂંગો;
શબ્દ જણાયો સઘળો જૂઠો;
બેઉં દિશામાં બેઉં ફંટાયા;
બળતું હૈયું; મારી ફૂંકો!
નહીં વીત્યું; વિતાડી નાખ્યું!
પાનું એકજ ફાડી નાખ્યું;
આખું વૃક્ષ ઉજાડી નાખ્યું!


Rate this content
Log in