Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

2.5  

Chaitanya Joshi

Others

કોણ ભલા...?

કોણ ભલા...?

1 min
6.7K


ઇશ્વરના અસ્તિત્વને કોણ ભલા અવગણી શકે ? 

લાખ લાખ ઉપકાર એના કોણ ભલા ગણી શકે ? 

ન્હોતી લાયકાત તોય જેણે માનવ જન્મ આપ્યો, 

એની કરુણા પારાવાર કોણ ભલા સમજી શકે ?

અવગુણોને અવગણી જેણે ગુણમાત્ર જ જોયા !

એવો છે એ દાતાર એને કોણ ભલા ઓળખી શકે ?

હતી ખબર એને કે અવતરીને મને ભૂલી જવાનો,

તોયે કૃપા કરનાર એને કોણ ભલા પરખી શકે ?

આપણી ભૂલોને એના ઉપકારો વધતા જ રહ્યા! 

નથી કોઇ એવો તારણહાર કોણ ભલા તારી શકે ?


Rate this content
Log in