હું શું આપું?
હું શું આપું?
1 min
1.3K
બોલો, તમને હું શું આપું?
આજે તમે કહો તે હું આપું
અવસર છે રુડો માગવાનો
માગો તમે જે, તે બધું આપું
સીતાએ રામને જે જે આપેલ
તમને પણ હું તે સઘળું આપું
પછી કહેતા નહિ આપતા નથી
કહેતા હો તો કશુંક નવું આપું
શરમમાં રહેવાથી કશું નહિ મળે
માગો તો 'જશ' મારુંં હૈયું આપું