પરાધિનપણું
પરાધિનપણું
1 min
13.5K
પરાધિનપણું શ્વાસ સાથે મળેલું;
જિવાયું ન જીવન જે સાચે મળેલું !
વિચાર્યા કરેલાં જ બીજાને માટે--
વિચારોનું ટોળું એ સામે મળેલું.
નથી શક્યતા કે વધું જીરવાશે;
શ્વસનતંત્ર તૂટક જ્યાં શ્વાસે મળેલું !
મહામૂલી મૂડી ગણી ભાગ્યમાં જે--
સજાવેલ સપનું ય આઘે મળેલું.
હજું સાચવું છું જ રત્નો સમું એ---
અછડતી નજરને ઈલાજે મળેલું !
સતત યાદ કરતો રહું એ ક્ષણોને--
કંઈ અમૃત સમું એક પ્યાલે મળેલું !
ગઝલ-ગીત-નઝમો બને શક્ય એથી--
શબદનું સરોવર ઉંકારે મળેલું !