Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

કેવો વરસાદ!

કેવો વરસાદ!

1 min
6.8K


ઋતુવિહીન અચાનક આવી વરસ્યો મૂશળધાર
ના આગમનની કોઈ આગાહી,
ના વરસવાના પૂર્વ અણસાર!
વાદળોને ચીરતો,
મન મરજીમાં રાચતો..
 
બસ ધોધમાર શહેર ઉપર તૂટી પડ્યો વરસાદ..
રૉયલ રોડ પરના સમૃદ્ધ બંગલાની બાલ્કની ઉપર
હાથ માં 'કેપેચીનો'નો કપ પકડી ઉભી,
શીતળ ઝરમર છાંટાઓથી ભીંજાતી..
 
મેઘાનું હૈયું પણ ભીંજાઈ ગયું,"અરે વાહ કેવો વરસાદ!"
ત્યાંથી થોડા જ કિલોમીટરને અંતરે,
'બાપુનગર'ની ઝૂંપડ પટ્ટીની એક ખોલીમાં 
મૂશળધાર ટપકતી છત નીચે ભીંજાતી..
 
અન્ય એક મેઘાનું હૈયું પણ ભીંજાઈ ગયું,
"હાય, હાય, આ તે કેવો વરસાદ!"


Rate this content
Log in