Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

વર્ષાનો મેઘલો

વર્ષાનો મેઘલો

1 min
7.0K


તું અને હું... હું અને તું આપણે,
બન્ને એક જ સંસાર સાગરના પ્રવાસી,
તો યે આપણી વચ્ચે,
ધસમસાટ ધસમસતું આ મૌન કેમ?

તું દૂર દૂર વસતો આકાશી તારલો,
ને હું એક નાનકડો ટમટમતો દિપ,
તો યે આપણી વચ્ચે,
ટપક ટપક ટપકતું આ અંધારું કેમ?
તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો,
ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ,
તો યે આપણી વચ્ચે,
થનગનાટ થનગનતી આ ખામોશી કેમ?

તું ગડગડાટ ઘૂઘવતો વર્ષાનો મેઘલો,
ને હું ઝબૂક ઝબૂકતી નાનકડી વીજ,
તો ય આપણી વચ્ચે,
ધોધમાર વરસતી આ ઉદાસી કેમ?
તું પળ પળ સતાવતો પાગલ વાયરો,
ને હું નવલી નવોઢા સમ ફરફરતી લટ,
તો ય આપણી વચ્ચે,
ક્ષણ ક્ષણ તરસતી આ શરમ કેમ?


Rate this content
Log in