ઝાકળનાં ફોરાં અમે
ઝાકળનાં ફોરાં અમે
1 min
6.5K
ભર ચોમાસેય જુઓને કોરાં અમે,
હતા પ્રેમતણી ઝાકળનાં ફોરાં અમે.
દેશ ફર્યા અને વિદેશ પણ ફર્યા,
હતા કોઈની મહોબતના માર્યા અમે.
ફેશનની નાદમાં એવાં પડ્યાં કે,
લીલા પીળા પાનનેય પહેર્યાં અમે.
કોઈ મનને ગમી ગયું એવું કે પછી,
ખુશ થઈને એનાં દલડાં હર્યા અમે.
મળ્યું બધું એકસામટું એવું કે 'જશ',
હરખના આકાશેથી કેવાં ખર્યા અમે.