ગણતંત્રદિન પૂર્વસંધ્યાએ
ગણતંત્રદિન પૂર્વસંધ્યાએ
1 min
13.1K
લાખ રાખી જોઈ બાધા- આખડી;
ના જ પહેરી કોઈની પણ ચાખડી !
કોઈ માટે રોજ ચિંતામાં રહી
રોજ ઊઠાવી પીડાની ગાંસડી !
બેઠાબેઠા જોઈ લીધેલું સકળ
જોઈ લીધી પણ દિશાઓ ફાંકડી !
સ્વાદ એવો ક્યાંય પણ માણ્યો નહીં;
રોટલામાં બા હતી કે તાવડી ?
ભૂલવા જેવું ભૂલ્યા; ભૂલ્યા સતત
સાચવી રાખી સ્મરણની દાબડી !
ગાંઠ બાંધી'તી કશે ઝૂકશું નહીં;
ક્યાં દડી'તી કોઈ ઈચ્છાની દડી ?
ગાંધી બાપૂ કંઈ ને કંઈ આપી ગયા;
મારે ભાગે આવી ટેકણ- લાકડી !