Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગઝલોનો કેફ
ગઝલોનો કેફ
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.5K    4


Content Ranking

જન્મ્યા કે તુર્ત જાણ્યું સંવેદના સબળથી;
ધાવણ સમું જ ચાખ્યુ ઉમટ્યું સહજ હ્રદયથી !

ખોવાયેલી જણસ સમ જે મૌનથી સજાવી--
આ એજ કાવ્યપંક્તિ છલકી રહી નજરથી.

આંસુનાં તોરણોથી મૈત્રી સમાન ઝરણું--
ખળખળ વહ્યું તમારું ઝાકળ મઢ્યાં કમલથી.

ગઝલોનો કેફ પામી પ્રીતિ અજબની માણું;
મોંઘી મિરાત પામ્યો મિત્રો સમીપ ક્ષણથી.

ભાષા-કવિતા મારી સંજીવની છે મિત્રો;
સહુ વ્યક્ત થઈ શકે છે એના જ તાપ-તપથી !

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..