STORYMIRROR

Khushi Acharya

Children Stories Inspirational

3  

Khushi Acharya

Children Stories Inspirational

પપ્પા

પપ્પા

1 min
448

ખાલી ખિસ્સામાં સપના દબાવી દે છે,

અને માંગો તો પૈસાની લ્હાણી કરી દે છે,


ઊંડી આંખોમાં પ્રેમનો સાગર વહે છે,

અક્ષર બે પ્રેમનાં બોલતાં સંકોચ નડે છે,


આંસુ ને તેમનાં સબંધ ક્યાં ટકે છે,

હૈયું ભરાય તોય આંખને ક્યાં ખબર પડે છે,


થાક ને બીમારી તેમને ક્યાં હેરાન કરે છે,

ઓફીસેથી આવીને તરત મારી સાથે રમકડાં રમે છે,


જીવનની શીખ તો બહું આપે છે,

પણ જીંદગીનાં તાપ ક્યાં અડકવા દે છે,


ભૂલ કરો તો બહુ માર મારે છે,

પછી કયું મલમ લગાવું એ પણ કહે છે,


નિ:સ્વાર્થ લાગણીઓનો ભંડાર સમાય છે,

આશિર્વાદમાં તેમનાં બ્રહ્માંડ સમાય છે,


અરે ત્યાગ તો મારા પિતાનો સ્વભાવ છે,

પણ જશનો તેમનાં નસીબમાં અભાવ છે !


સામગ્રીને રેટ આપો
લોગિન