Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

મહોરાં

મહોરાં

1 min
6.8K


આમ જુઓ તો કંઈ જ નહિ,
આમ જુઓ તો ચહેરા,
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો મહોરાં!

લાગે કદિક ખુશખુશાલ,
ને કદિક રડમશ રડતા,
નાની અમથી વાતમાં એ,
રહેતાં હરદમ જોને લડતાં!

પ્રેમનાં નાટક રોજ કરે,
પ્રેમ ન કરે કદી બીજાને,
ખોટું ખોટું રોજ હસે,
છેતરે ખુદને ને બીજાંને!

કરે પ્રેમ જાતને જ પોતાની,
પરવા ન કરે કદી બીજાની,
હોય દમ ના વાતમાં એમની,
તોયે કરે એ કાયમ મજાની!

કરે વાત તોડવાની તારા આભના,
પણ સેક્યો પાપડેય ના ભાગે,
આવે ચેલેન્જ જરીક જીવનમાં,
દૂમ દબાવી ઊભી પૂંછડીયે ભાગે!

રડમસ રડતાં ચહેરાં રાખે,
ફરે લઈને ઝોળી દુ:ખની,
માને પોતાને રાજા હરિચંન્દ્ર,
ને રોજ કરે ફરિયાદો સૌની.

આમ જુઓ તો કંઈ જ નહિ,
આમ જુઓ તો ચહેરા,
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો 'જશ' મહોરાં!


Rate this content
Log in