કેવું વેધક લાગે
કેવું વેધક લાગે
1 min
6.4K
મૌન પણ તેનું કેવું વેધક લાગે
દૂર... દૂર... પડઘાતા પડઘા લાગે
શબ્દે શબ્દે કેવા ભણકારા વાગે
હૈયાના દ્વારને નીત ખખડાવતા લાગે
ક્યારેક વળી તીર બનીનેય વાગે
રીસ પણ તેની કેવી મધૂર લાગે
મનાવવાની કોશીષ સાવ બેકાર લાગે
જ્યારે ગુસ્સો તેની અંદર જાગે
ભલે એ ગમે તેવી વિચલિત લાગે
તોયે મારા માટે સદા ચિંતિત લાગે
હોય જ્યારે ખુશ આખી રાત જાગે
મુખેથી ક્યારેય કશું પણ ના માગે
ચાલે ત્યારે રુમઝૂમ પાયલ વાગે
સજની કેટલી 'જશ' વહાલી લાગે