Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

4  

Jashubhai Patel

Others

મને એકવાર

મને એકવાર

1 min
13.7K


સ્વપ્નમાં તારા આવવા દે મને એકવાર,
હૈયામાં તારા પ્રવેશવા દે મને એકવાર.

કહે તો,સૂરજને ગજવામાં ઘાલીને લાવું,
અંતરને તારા અજવાળવા દે મને એકવાર.

ફૂલ તો શું,બે-ચાર તારલા ય તોડીને લાવું,
ભીના કેશને તારા ગૂંથવા દે મને એકવાર.

ધવલ ચંન્દ્રની ચાંદનીની ભારી બાંધીને લાવું,
ગોરા મુખ પર તારા ચોપડવા દે મને એકવાર.

મેઘધનુષને ધરતી પર ઊતારીને લાવું ' જશ',
હાથોમાં તારા મહેંદી રચવા દે મને એકવાર.


Rate this content
Log in