Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ન જાઓ એકલા

ન જાઓ એકલા

1 min
6.8K


આમ છોડીને ન જાઓ એકલા,
દીલ તોડીને ન જાઓ એકલા.

થઈ જઈશું ક્યાંક પાગલ આમતો,
આમ મૂકીને ન જાઓ એકલા.

જીરવીશું કેમ આ દર્દને અમે,
ઘાવ મારીને ન જાઓ એકલા.

વાંક શું છે એ બતાવો તો ખરા,
મુખડું મોડીને ન જાઓ એકલા.

માંગશો જે તે બધું 'જશ' આપશું,
આમ દોડીને ન જાઓ એકલા.


Rate this content
Log in