યાદો
યાદો
1 min
6.8K
ખબર નહિ કેમ, રોજ મળે યાદો
જુઓને, ક્યાંકથી ટોળે વળે યાદો
છુપાવી રાખી'તી તેને બંધ હૈયામાં
આજ અચાનક કેવી ખળભળે યાદો
એક પછી એક નીકળે છે તે બહાર
ખુલ્લી આંખોમાં પછી સળવળે યાદો
જાય છે લઈ તે અવનવી દુનિયામાં
પછી કરે છે હેરાન હર પળે યાદો
માનતી જ નથી 'જશ' હવે સહેજે
રોજે રોજ આમ જ ફરી વળે યાદો