ભીનું હૈયું
ભીનું હૈયું
1 min
6.9K
ભીનું હૈયું કોઈની રાહ જોયા કરે,
ભીતરથી જાણે કંઈક ખોયા કરે.
સમજાવ્યા છતાંય હાથ નથી રહેતું,
હજુ પણ છાનાં ડૂસકાં ભર્યા કરે.
આંખોય રડી રડીને ગઈ છે થાકી,
રુમાલ પણ ઝીણું ઝીણું રોયા કરે.
આકાશ રહે છે ઉદાસ આજકાલ,
ચાંદ જાણે રોજ રોજ મર્યા કરે.
તારાઓ બન્યા છે ખામોશ આ કેવા,
આંસુ બનીને એક એક ખર્યા કરે.
'એ આવશે' આશા ગઈ છે ડગમગી,
એકલતા દર્દ બની હૈયામાંથી ઝર્યા કરે.
હતી 'જશ' દુનિયા રંગીન કેવી મજાની,
સ્મ્રુતિઓ બધી આંખ સામે તર્યા કરે.