Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

આમ જુઓ તો કંઈ નહિ

આમ જુઓ તો કંઈ નહિ

1 min
1.2K


આમ જુઓ તો કંઈ નહિ 
આમ જુઓ તો ચહેરા 
આમ જુઓ તો લાગે માણસ 
આમ જુઓ તો મહોરાં!

લાગે કદીક ખુશખુશાલ 
ને કદીક રડમશ રડતો
નાની અમથી વાતમાં 
રહેતો હરદમ લડતો!
આમ જુઓ તો લાગે માણસ 
આમ જુઓ તો મહોરાં!

પ્રેમનાં નાટક રોજ કરે,
પ્રેમ ન કરે કદી બીજાને,
ખોટું ખોટું રોજ હસે,
છેતરે ખુદને ને બીજાને!
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો મહોરાં!

કરે પ્રેમ પોતાની જ જાતને,
પરવા ન કરે કદી બીજાની,
હોય ન કશો દમ વાતમાં એની,
તોયે કરે વાત કાયમ મજાની!
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો મહોરાં!

કરે વાત આભના તારા તોડવાની,
પણ સેક્યો પાપડેય ના ભાંગે,
આવે ચેલેન્જ જરીક જીવનમાં,
દૂમ દબાવી ઊભી પૂંછડીયે ભાગે!
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો મહોરાં!

રડમસ રડતો ચહેરો રાખે,
ફરે લઇને ઝોળી દુઃખની,
માને પોતાને રાજા હરિચંન્દ્ર,
કરે રોજ ફરિયાદો સૌની.
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો મહોરાં!

આમ જુઓ તો કંઈ 
આમ જુઓ તો ચહેરા,
આમ જુઓ તો લાગે માણસ,
આમ જુઓ તો મહોરાં!


Rate this content
Log in