Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

બંધ કરે

બંધ કરે

1 min
6.7K


અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે
રાખીશ આંખો બંધ હું, આમ ન તંગ કરે
 
ગમે તેવો ભલેને છું હું
પ્રેમ તો સૌને કરું છું હું
મારી જ સાથે રોજ આમ ન જંગ કરે
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે
 
જ્યારે મારી સામે હસે છે
ત્યારે તે મને બહુ ગમે છે
ખુશી ખુશી સદા આમ મારો જ સંગ કરે
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે
 
કોઈ કહે દુનિયા બેરંગી છે
કોઈ કહે જગ ફિરંગી છે
છોડી બધા રંગો મને મનગમતો જ રંગ કરે
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે
 
બનાવટી પ્રેમ અહીનો દસ્તુર છે
ખોટા વખાણ 'જશ' વિવેક છે
અરીસાની મર્યાદાનો સૌ આમ ન ભંગ કરે
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે
 
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે
રાખીશ આંખો બંધ હું, આમ ન તંગ કરે


Rate this content
Log in