Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Others

4.3  

Nana Mohammedamin

Others

મારા બી.એડનાં મિત્રો

મારા બી.એડનાં મિત્રો

1 min
330


થોડા મારાથી દૂર ગયાં,

થોડાક મારાથી નોખા થઈ ગયાં, 

મારા બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં,


થોડા સપના પૂરા થયા,

થોડાક ત્યાં જ વિખેરાઈ ગયાં,

મારા બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં,


નિ:સ્વાર્થ ભાવે સાથ દેતા, 

સ્વાર્થ માટે બોલતા થઈ ગયાં,

મારા બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં,


વર્ગમાં બેસી આનંદથી ભણતા, 

મોટા મોટા વર્ગોમાં ભણાવતા થઈ ગયાં,

મારા બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં,


કામિયાબીની દુનિયામાં ખોવાયા,

આસમાન પકડવા જતાં ઘણું છોડતા ગયાં,

મારા બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં,


કોઈ જીવન બની જીવી ગયાં,

કોઈક મારા માટે યાદ બની રહી ગયાં,

મારા બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં,


સમય સાથે હાથ મિલાવા, 

સૌ કોઈ પોત પોતાનાં જીવનમાં ખોવાયા,

'નાના'નાં બી.એડનાં મિત્રો,

હવે તો શિક્ષક થઈ ગયાં !


Rate this content
Log in