યથાર્થ ગીતા - શ્લોક ૨:૩
યથાર્થ ગીતા - શ્લોક ૨:૩
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुदं ह्रदयदौबॅल्यं त्यक्वोित्तिष्ठ परंतप ।।३।।
અનુવાદ હે પાર્થ! તું કાયરતા ને આધીન ન થા,તને આ શોભતું નથી.હે પરંતપ !હૃદયની આ તુસ્છ નિર્બળતા ત્યજી દઈ શૂરવીર રણયોદ્ધાની જેમ તું યુધ્ધ માટે ઉભો થા.
સમજ અર્જુન નપુંસક ન થા. શુ અર્જુન નપુંસક હતો?શું તમે પુરુષ છો?જે પૌરુષહીન છે તે નપુંસક છે. સૌ પોતપોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ તો કરે છે. ખેડૂત રાત દિવસ પરસેવો પાડી ખેતરમાં પુરુષાર્થ કરે છે. કોઈ વળી વેપાર કરવામાં પુરુષાર્થ સમજે છે. જીવનભર આવો પુરૂષાર્થ કરીને પણ અંતે ખાલી હાથે જવું પડે છે. તેથી સ્પષ્ટ છે કે આ પુરુષ
ાર્થ નથી . શુદ્ધ પુરુષાર્થ આ તો છે: આત્મદર્શનગાર્ગીએ યાજ્ઞવલ્કય ને કહ્યું - नपुसंक पुमान् ज्ञेयो तो न वेति ह्यदि स्थितम्। पुरुष स्वप्रकाशं तस्मानन्दात्मानव्ययम्।
જે માનવી હ્રદયસ્થ આત્મા ને નથી ઓળખતો તે પુરુષ હોવા છતાં નપુસંક છે. આત્મા જ પુરુષ સ્વરૂપ, સ્વયં પ્રકાશ, ઉત્તમ આનંદયુક્ત અને અવ્યક્ત છે. તેને પામવાનો પ્રયાસ જ પૌરુષ છે. હે અર્જુન તું નપુંસકતાને પ્રાપ્ત ન થા. આ તારા માટે યોગ્ય નથી. હે પરંતપ હૃદયની આ ક્ષુદ્ર નિર્બળતાને ત્યાગીને યુદ્ધ માટે ખડો થઇ જા. આસક્તિ નો ત્યાગ કર. આ હ્યદયની દુર્બળતા માત્ર છે. આ પરથી અર્જુન ત્રીજો પ્રશ્ન રજૂ કરે છે .
ક્રમશ: