યથાર્થ ગીતા - ૪૬
યથાર્થ ગીતા - ૪૬


यदि माम प्रतिकारमशास्त्रं शस्त्रपाणयः।
धातॅराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्।।४६।।
અનુવાદ-એના કરતા શસ્ત્ર વગરના અને સામનો નહી કરતા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે, તો તે મારા માટે બધુ કલ્યાણકારક બની રહેશે.
સમજ -શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો જો મને શસ્ત્ર વિનાના અને પ્રતિકાર ન કરનારને, રણમાં હણી નાખે તો તે મારે માટે વધારે કલ્યાણકારી હશે. ઇતિહાસ તો કહે છે કે અર્જુન મહાન હતો, જેણે પોતાનું બલિદાન આપીને યુદ્ધ નિવારયુ. માસૂમ બાળકો સુખી રહેશે, કુળ બચી જાય એ માટે લોકો પ્રાણની આહુતિ આપે દે છે. મનુષ્ય પરદેશ જતો રહે, વૈભવશાળી મહેલમાં રહેવા લાગે, પરંતુ બે દિવસ બાદ એને પોતાની છોડી દીધેલી ઝૂંપડી યાદ આવવા માંડશે. મોહ ખૂબ પ્રબળ હોય છે. આથી જ અર્જુન કહે છે કે શસ્ત્રધારી ધુતરાષ્ટ્ર ના પુત્ર મને, પ્રતિકાર ન કરનારને રણમાં હણી નાખે તો તે મારે માટે અતિ કલ્યાણકારી બનશે, જેથી પુત્રો તો સુખી રહી શકે.
ક્રમશ: