યથાર્થ ગીતા-૨૬
યથાર્થ ગીતા-૨૬


तत्रापश्यत्स्थितान्पार्थ: पितृनथ पितामहान्।
आचार्यान्मातुलान्भातृन्पुत्रान्पौत्रान्सखींस्तथा।।२६।।
श्र्वशुरान्सुहृदश्र्चैव सेनयोरुभयोरपि
અનુવાદ- તે પછી અર્જુનને બંને સૈન્યોમાં ઉભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા તથા હિતૈષીઓને જોયા.
સમજ-આ ઉપરાંત અચૂક લક્ષ્ય વાળા પાર્થિવ શરીરને રથ બનાવનાર પાર્થે આ બંને સેનાઓમાં રહેલા પોતાના વડીલો, પિતામહ, આચાર્ય, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સ્નેહીઓને જોયા. બંને સેનાઓમાં અર્જુનને કેવળ પોતાનો પરિવાર, મામાનો પરિવાર, શ્વશુરનો પરિવાર, સ્નેહીજનો અને ગુરુજનો દેખાયા. મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર અઢાર અક્ષોહિણી લગભગ ચાલીશ લાખ બરાબર થાય છે, પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર અઢાર અક્ષોહિણી લગભગ સાડા છ અબજની બરાબર થાય છે જે આજની વિશ્વની વસ્તી બરાબર થાય છે. આટલા લોકો માટે વિશ્વ સ્તર પર અન્ય અને આવાસની સમસ્યા બની જાય. આટલો મોટો જનસમુહ અર્જુનના ત્રણ-ચાર સગાઓજ પરિવાર હતો. આટલો મોટો કોઈનું પરિવાર હોઈ શકે ખરો? કદાપિ નહિ. આ તો હૃદય રૂપી દેશની વાત છે.
ક્રમશ: