યથાર્થ ગીતા - ૨: શ્લોક - ૧-૨
યથાર્થ ગીતા - ૨: શ્લોક - ૧-૨


संजय उवाच:-
तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्।
विषीदन्तमिदं वाक्यंमुवाच मधुसूदन :।।१।।
અનુવાદ -આગળ જણાવ્યા પ્રમાણે કરુણાસભર, અશ્રુપૂર્ણ, વ્યાકુળ નેત્રોવાળા તે અર્જુન પ્રતિ મધુસુદન એટલે કે મદ નો વિનાશ કરનારા ભગવાનને આ પ્રમાણે વચન કહ્યાં:
શ્ર્લોક-૨
श्रीभगवानुवाच:-
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनायॅजुष्टमस्वग्र्र्यमकीतिकरमर्जुन ।।२।।
અનુવાદ-હે અર્જુન! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગ પ્રાપ્તિથી વિમુખ રાખનાર અને અપકીર્તિકારક આ મોહ તને આ વિષમ ઘડીએ ક્યાંથી ઉત્પન્ન થયો?
સમજ -હે અર્જુન આ વિષમ સ્થળે તને વળી આ અજ્ઞાન ક્યાંથી ઉપજ્યું ? વિષમ સ્થળ એટલે જેના જેવું સૃષ્ટિમાં અન્ય કોઇ સ્થળ છે જ નહીં, જેનુ લક્ષ્ય પરલૌકિક છે તેવા નિર્વિવાદ સ્થળ પર તને અજ્ઞાન ક્યાંથી ઉપજ્યું? અજ્ઞાન કેમ? અર્જુન તો સનાતન ધર્મની રક્ષા માટે કટિબદ્ધ છે. સનાતન ધર્મની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરવાની તત્પરતા બતાવવી એ શું અજ્ઞાન છે ?
શ્રીકૃષ્ણ કહે છે- હા તે અજ્ઞાન છે. સમર્થ પુરુષો દ્વારા ન તો આચરણમાં મુકાયું છે, ન તો તે સ્વર્ગ આપનારું છે, વળી તે કીર્તિ પ્રાપ્ત કરાવનારુ પણ નથી. સન્માર્ગ પર જે દૃઢતાપૂર્વક આરૂઢ છે, તેને જ આર્ય કહેવાય છે. પરિવાર માટે મરી ફીટવુ - એ જ અજ્ઞાન ન હોત તો મહાપુરુષો તે માર્ગ ઉપર જરૂર ચાલ્યા હોત. જો કુલધર્મ સત્ય હોત તો તે સ્વર્ગ અને કલ્યાણ માર્ગનુ સોપન અવશ્ય બની જાત. તે કિર્તીદાતા પણ નથી.
મીરા ભજન કરવા લાગી તો-લોગ કહે મીરા બાય બાવરી, સાસ કહે કુલનાશી રે. જે પરિવાર, કુળ અને મર્યાદા માટે સાસુ વલખાં મારી રહી હતી, આજ એ કુળવતી સાસુને કોઈ જાણતું નથી. વિશ્વ મીરાને જાણે છે. બરાબર તેજ પ્રમાણે પરિવાર માટે જે હેરાન થાય છે તેની કીર્તિ ક્યાં સુધી રહેશે? જેમાં કીર્તિ નથી, કલ્યાણ નથી, શ્રેષ્ઠ પુરુષો એ ભૂલમાં પણ જેનું આચરણ કર્યું નથી, એ વાત પુરવાર કરે છે કે તે અજ્ઞાન છે. માટે જ
ક્રમશ: