યથાર્થ ગીતા ૨-૨૨
યથાર્થ ગીતા ૨-૨૨
બીજો અધ્યાય
શ્લોક-૨૨
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।।२२।।
અનુવાદ- જે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે.
સમજ જેમ મનુષ્ય जीर्णानि वासांसि જીર્ણશીર્ણ જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક તે જ પ્રકારે આ જીવાત્માઓ જુના શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરાય છે તો શિશુ કેમ મરી જાય છે?આ વસ્ત્ર તો હજુ વિકસિત થવું જોઈએ. વસ્તુતઃ આ શરીર સંસ્કાર ઉપર આધારિત છે. જ્યારે સંસ્કાર જીર્ણ થઈ જાય છે ત્યારે શરીર છૂટી જાય છે. જો સંસ્કારો બે દિવસના છે તો બીજા દિવસે શરીર જીર્ણ થઈ ગયું. એના પછી મનુષ્ય એક શ્વાસ પણ વધુ ન જીવી શકે. સંસ્કાર જ શરીર છે. આત્માસંસ્કાર પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે (अथ खलु कतुमय: पुरुषः। यथा इहैव प्रत्ये भवति।कृतं लोकं पुरुषोऽभिजायते।(છંદોગ્ય ઉપનિષદ,૩/૧૪) અર્થાત્ તે પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં પુરુષ જેવો નિશ્ચયવાળો હોય છે. તેવો જ અહીંથી મૃત્યુ પામ્યા પછી થાય છે. પોતાના સંકલ્પ થી બનાવાયેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મૃત્યુ શરીરનું પરિવર્તન માત્ર કરે છે. આત્મા નથી મરતો. ફરીથી આત્માની અજર-અમરતા પર ભાર મૂકે છે.
ક્રમશ: