યથાર્થ ગીતા ૨-૨૦
યથાર્થ ગીતા ૨-૨૦


બીજો અધ્યાય
શ્લોક-૨૦
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे।।२०।।
અનુવાદ- આ આત્મા નથી કદી જન્મતો કે નથી કદી મરતો; તેમજ પૂર્વ કોઈ વખતે નહતો અને ફરી ભાવિમાં નહીં હોય, એમ પણ નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે; તેથી શરીર મરવા છતાં પણ આત્મા મરતો નથી.
સમજ આ આત્મા કોઈ કાળે જન્મતો નથી અને મરતોયે નથી. કારણકે એ વસ્ત્ર જ બદલે છે. આ આત્મા હોવાથી બીજું કંઈ થઈ શકવાનું નથી. કારણ કે આત્મા સત્ય છે, નિત્ય છે, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી તેનો નાશ નથી થતો. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી, સનાતન કોણ છે? આત્મા. તમે આત્માના અનુયાયી છો. આત્મા, પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે. તમે કોણ છો? શાશ્વત ધર્મના ઉપાસક. શાશ્વત કોણ છે?આત્મા. અર્થાત અમે તમે આત્માના ઉપાસક છીએ. જો તમે આત્મિક પંથને નથી જાણતા, તો તમારી પાસે શાશ્વત સનાતન નામની કોઈ વસ્તુ નથી. એને કારણે તમે નિ:સાસા નાખો છો તો પ્રત્યાશી અવશ્ય છો, પરંતુ સનાતન ધર્મી તો નથી જ. સનાતન ધર્મના નામ પર કોઈ કુરિતિના શિકાર છો.
દેશ-વિદેશમાં, માનવમાત્ર માં આત્મા જ એક સમાન હોય છે. માટે વિશ્વમાં ક્યાંય કોઈ આત્માની સ્થિતિ અપાવનારી ક્રિયા જાણતું હોય અને તેના પર ચાલવા માટે પ્રયત્નશીલ હોય તો તે સનાતન ધર્મી છે , ભલેને તે પછી પોતાને ખ્રિસ્તી, મુસલમાન, યહૂદી અથવા બીજું કંઈ કેમ ન ગણાવે.
ક્રમશ: