યથાર્થ ગીતા ૨-૧૮
યથાર્થ ગીતા ૨-૧૮


બીજો અધ્યાય
શ્લોક-૧૮
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः।अनाशिनोऽप्रमेयस्य तस्माधुध्यस्व भारत।।१८।।
અનુવાદ-નિત્ય રહેનાર અને મન ઇન્દ્રિયોની સમજમાં ન આવનાર અગમ્ય, અવિનાશી અને અપ્રમેય (પ્રમાણના અ વિષય) દેહધારી (આત્મા) ના આ શરીરો નાશવંત કહ્યા છે: માટે હે ભારત! તું યુદ્ધ કર.
સમજ અવિનાશી. અપ્રેમય, નિત્ય સ્વરૂપ આત્માનાં આ બધા શરીર નાશવાન કહેવાય છે. તેથી હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર. આત્મા જ અમૃત છે. આત્મા જ અવિનાશી છે. એનો ત્રણેય કાળમાં નાશ થતો નથી. આત્મા જ સત્ છે. શરીર નાશવંત છે. આ જ અસત્ છે;એનું ત્રણે કાળમાં અસ્તિત્વ નથી.
શરીર નાશવંત છે, માટે તું યુદ્ધ કર-આદેશથી એમ સ્પષ્ટ થતું નથી અર્જુન માત્ર કૌરવોને જ મારે. પાંડવ પક્ષમાં પણ શરીર ઉભા હતાં. શું પાંડવોના શરીર અવિનાશ હતાં? શું અર્જુન કોઈ શરીરધારી હતો? શરીર જ અસત્ છે, જેનું અસ્તિત્વ નથી, જેને રોકી ન શકાય. -શુ શ્રીકૃષ્ણ એ જ શરીરની રક્ષા કાજે ઉભા હતા?જો એમ જ હોય તો તે અવિવેકી અને મૂઢબુદ્ધિ છે. કારણ કે આગળ શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે જે કેવળ શરીરના માટે શ્રમ કરે છે. (૩-૧૩), તે અવિવેકી અને મૂઢ છે, તે પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે. તો છેવટે અર્જુન હતો કોણ?
હકીકતમાં અનુરાગ જ અર્જુન છે. અનુરાગી માટે ઈષ્ટ સદા રથી બનીને સાથે રહે છે. મિત્રની જેમ એને માર્ગદર્શન આપે છે. તમે શરીર નથી. શરીર તો આવરણ જ છે, રહેવાનું મકાન છે. તેમાં નિવાસ કરનારો તો અનુરાગપૂરિત આત્મા છે. ભૌતિક યુદ્ધ, મારવા કાપવાથી શરીરનો અંત આવતો નથી. એક શરીર છૂટશે, તો આત્મા અન્ય શરીર ધારણ કરી લેશે.
શરીર સંસ્કારોને આધીન છે અને સંસ્કાર મન પર આધારિત છે. मन:एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः-મનનો સર્વથા નિગ્રહ થવો, અચલ સ્થિર રહેવું અને અંતિમ સંસ્કારનો વિલય થવો એક જ ક્રિયા છે. સંસ્કારોનો સ્તર તુટી જવો એ જ શરીરનો અંત છે. આને તોડવા માટે તમારે આરાધના કરવી જ પડશે. જેને શ્રી ક્રિષ્ણે કર્મ અથવા નિષ્કામ કર્મયોગ ની સંજ્ઞા આપી છે. શ્રીકૃષ્ણે દરેક સ્થાન પર યુદ્ધની પ્રેરણા આપી પણ એક પણ શ્લોક એવો નથી કે જે ભૌતિક યુદ્ધ કે મારફાડ નું સમર્થન કરતો હોય. આ યુદ્ધ સજાતીય-વિજાતીય પ્રવૃત્તિઓનું છે, આંતરિક યુદ્ધ છે.
ક્રમશ: