યાથાર્થ ગીતા ૨-૧૫
યાથાર્થ ગીતા ૨-૧૫


શ્લોક-૧૬
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्वदर्शिभि:।।१५।।
અનુવાદ- અસત્ નું (શરીર નું) અસ્તિત્વ નથી અને સત્ નો (આત્માનો) નાશ નથી. તત્વદર્શીઓએ આ બંને નિર્ણય જોયા છે.
સમજ અર્જુન! અસત્ વ્યક્તિનું અસ્તિત્વ નથી, તે છે જ નહીં. તેને રોકી શકાય નહીં. સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી. તેને મિટાવી શકાતું નથી. અર્જુને પૂછ્યું: શું ભગવાન હોવાથી આપ આવું કહો છો? શ્રી કૃષ્ણએ જણાવ્યું હું તો કહું જ છું. આ બંને નો ભેદ મારી જેમ તત્વદર્શીઓએ પણ જાણેલો છે. શ્રીકૃષ્ણે એ જ સત્ય ફરી વાર કહ્યું જે તત્વદર્શીએ ક્યારેક જોયું હતું. શ્રીકૃષ્ણ પણ એક મહાન તત્વદર્શી પુરુષ હતા.પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં સ્થિતિવાળા તત્વદર્શી કહેવાય છે.સત્ અને અસત્ય શું છે? તે વિશે કહે છે :
ક્રમશ: