યાદો ૨૧ દિવસની : ૯
યાદો ૨૧ દિવસની : ૯
આજે લોકડાઉનનો નવમો દિવસ....
આપણે બધા લગભગ બધી તરકીબો અજમાવી ચુક્યા છીએ. ઘરની સાફસફાઈ દિવાળી કરતા વધારે સારી થઇ ગઈ છે. ધાએ દરેક પ્રકારની રમતો પણ રમી લીધી છે. ચાલો આજે સમય પસાર કરવા કંઇક અનોખી પદ્ધતિ અપનાવીએ.
મેં આજે નક્કી કર્યું છે કે મારા તમામ મિત્રોને ફોન કરી તેમના ખબર અંતર પૂછું. આ માટે મેં સવારથી જ ફોન કરવાના શરૂ કરી દીધા છે. દરેક જોડે વાતો કરીને સમય પસાર થઇ જાય છે. અને વળી સામેવાળાને આપણા પ્રતિ આત્મીયતાનો ભાવ પણ જાગૃત થાય છે. બીજું કે હું ફોન કરી મારા મિત્રોને સ્ટોરીમિરર પર મારા પ્લોટ પરથી અધુરી વાર્તા પૂર્ણ કરવાની સ્પર્ધા અંગે વાકેફ પણ કરાવું છે. આપણે સહુએ એટલું યાદ રાખવું પડશે કે આપણે અઈસોલેટ થવાની સાથે સાથે બધાને સાથે લઈને પણ ચાલવાનું છે. તેથી એકબીજાના ખબર અંતર પૂછી બધાને ઘરમાં રહેવાની સલાહ આપવી ખૂબ જ જરૂરી છે.
કેટલાક લોકોએ સાંજે પતંગ ઉડાડવાની શરૂ કરી છે તો એ લોકોને સલાહ કે માસ્ક પહેરીને જ ધાબે ચઢવું. બીજું કે જો કોઈ પતંગ કપાઈને તમારા ધાબે આવે તો તેના દોરને પકડવો નહીં ! શું ખબર તે કપાયેલી પતંગને ઉડાડનાર કોરોનોનો દર્દી હોય ! એટલે જ કહું છું કે સાવધ રહો... સુરક્ષિત રહો... અને સહુથી સારું એ છે કે ઘરમાં રહો...