યાદ ૨૧ દિવસોની : ૮
યાદ ૨૧ દિવસોની : ૮
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
આજે સવારથી મન બેચેન હતું. કોઈ ખાસ પ્રવૃત્તિ કરી નહીં. બસ એક જગ્યાએ બેસી કેટલીક ટૂંકી વાર્તાઓ લખી. જેમાંથી એક વાર્તા અહીં મૂકું છું.
એક ભિખારી મંદિરની બહાર ઊભો રહી ભીખ માંગતો, એક માણસ રોજ એ ભિખારીને જોતો, તેનાં વાડકામાં માંડ ૫ થી ૧૦ રૂપિયા પડેલા દેખાતાં. એ કાયમ વિચારતો કે બિચારાને આટલી ઓછી આવક હોય તો એ કાયમ ભિખારી જ રહે! ચાલ હું આને મોટી રકમ આપું. એના વાડકામાં મોટી નોટ પડેલી જોઈ બીજા પણ મોટી રકમ આપશે અને આનું દરીન્દ્ર ફીટશે આમ વિચારીને એને એ ભિખારીના કટોરામાં ૫૦ રૂપિયાની નોટ નાખી. ૫૦ રૂપિયાની નોટ જોતાં જ ભિખારી ખુબ ખુશ થયો. એને આભારવશ એ માણસ તરફ જોયું. એને લાખ લાખ દુવાઓ આપી પોતાની પથારી અને વાડકો લઈ ચાલવા માંડ્યો. આ જોઈ એ માણસને આશ્ચર્ય થયું એણે ભિખારીને પૂછ્યું “ભાઈ ક્યાં ચાલ્યા?”
તો પેલા ભિખારીએ જવાબ આપ્યો, “ ભાઈ આજે સવારેની પહોરમાં જ બે દિવસની ભીખ મળી ગઈ. હવે હું શું કામ બેસું? હું તો હવે કાલે પણ નહિ આવું.