વટેમાર્ગુઓ અને લીમડાનું ઝાડ
વટેમાર્ગુઓ અને લીમડાનું ઝાડ


એકવાર કેટલાક વટેમાર્ગુઓ ધમધોકાર તાપમાં ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા. માર્ગમાં તેઓની નજર એક લીમડાના ઝાડ પર પડતા ત્યાં ઘડીક ભર વિસામો લેવા તેઓ રોકાયા. વટેમાર્ગુઓએ તેમનો સામાન એકબાજુ મૂકી લીમડાના ઝાડના છાંયડામાં બેઠા. થોડીવાર પછી તેમણે વાતો ચાલું કરી “આ લીમડાનું ઝાડ કશા કામનું હોતું નથી. જુઓને નથી તેને ફૂલ આવતા કે ફળ !”
આ સાંભળી લીમડાનું ઝાડ બોલ્યું “અરે અપકારી લોકો ! મારા છાંયડામાં બેસી મને જ વખોડો છો ? આટલી ગરમીમાં જો હું તમને દેખાયું ન હોત તો ? ખરે ટાણે હું તમને ઉપયોગી થયું છતાં મારી નિંદા કરો છો ? તમારા જેવા કૃતઘ્નીઓ મેં આજદિન સુધી જોયા નથી.”
બોધ : હલકા વિચારના લોકો પર ગમે તેટલો ઉપકાર કરો તે તમારી નિંદા જ કરશે.