વફાદાર મિત્ર
વફાદાર મિત્ર
જગત વ્યવહારમાં ધણા સંબંધો પરિચિતો અને, વ્યવહારો હોય છે. તે તમામમાં વફાદારીની વાત આવે ત્યારે નીતિ શાસ્ત્ર અને સજીવ નિર્જીવ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે વિવિધ એપ્સ ના વિચાર સ્વાભાવિક છે. આ તમામ બાબતોમાં પ્રાણીની વફાદારી અકલ્ય છે.
એક ગામમાં છગનકાકા રેતા'તા. તેમણે એક કૂતરો પાળ્યો હતો. રોજ સવારે બંન્ને ખેતર અને ઘરે અપડાઉન સાથે કરતા. સામાન્ય સંજોગોમાં ઘણાં દિવસો વહી ગયાં. એક દિવસ છગનકાકા ખેતરમાં કામ કરતા'તા ત્યારે અચાનક ચક્કર આવતા ઢળી પડે છે ત્યારે કૂતરો જે તેનો સાથી છે ભસાભસ કરે છે અને બાજુના ખેતરમાંથી લોકો આવે છે અને છગનકાકાનો જીવ બચી જાય છે.
ગામમાં રહેતા લોકો માટે આ કૂતરાની વફાદારી ટોક ઓફ ધ ગાવ બની ગઈ. વફાદારી અને મિત્રતા એક જ બાબતની આગળ પાછળની બાજુ છે. એક વગર બીજાનું અસ્તિત્વ નથી. સમય સંજોગ ગમે તે હોય વફાદારી અને મિત્રતાની વ્યાખ્યા ક્યારેય બદલતી નથી.
