વળાંક અને ડૂબકી
વળાંક અને ડૂબકી
આકાશે સોમવારે સવારે આંખો ખોલી કે તેને તરત જ પેલું ભકિતગીત યાદ આવી ગયું: કરુણા સે તેરી નયા દિન દિખાતા હૈ….. એ તાબડતોબ પથારીમાંથી બેઠો થઈ ગયો. હવે તો તેણે ટુથપેસ્ટ લાવી દીધી હતી એટલે અન્યની ટુથપેસ્ટ લેવાની જરૂર ન પડી.
' નવો દિવસ : નવી સમસ્યા ' લેખ તેણે સ્મરી લીધો. એ પછી થોડું લેખનકાર્ય કર્યા બાદ નાહી લીધું. તેના મમ્મીએ પણ શાક- રોટલી વહેલાસર બનાવી દીધા તેણે બેગ તૈયાર કરી દીધી. દર વખતની જેમ તેણે બધું યાદ કરીને લઈ લીધુ. પાણીની બોટલ તો ખાસ. તેણે લઈ જ લીધી.
તે જમવા બેઠો. એ પછી હાથ ધોઈને તે વોટ્સ એપમાં દાખલ થયો. સિસ્ટમ તેને વોટસ એપ અપડેટ કરવાની સૂચના આપી રહી હતી. તેણે એ પ્રમાણે કર્યું એમાં જ બે મિનિટ વહી ગઈ. એ પછી સ્ટેટસ જોયું તો એમાં એક યુવાન, લગભગ આશિક જેવો પ્રિયતમાના વિરહમાં કોઈ ગીત ગુનગુનાવી રહ્યો હતો. આ સ્ટેટસનો તે પૂર્વે જવાબ આપી ચૂક્યો હતો. એટલે આ ટાણે તેણે કોઈ રિપ્લાય ન આપ્યો.
જેવી ચાર મિનિટ પુરી થઈ કે તે બહાર નીકળી ગયો. તેણે માથામાં તેલ નાખી દીધું. અને એ પછી પોતાની બેગ લઈને નીકળી પડ્યો. બરોબર એ જ ક્ષણે તેને પેલું ગીત યાદ આવી ગયું: ચલ અકેલા...ચલ અકેલા…."
મુખ્ય રોડ પર આવીને એણે પેટલાદ જતી રિક્ષાની રાહ જોઈ. થોડીવારમાં રિક્ષા આવી એટલે તે તેમાં બેસી ગયો. એ પૂર્વે રિક્ષાવાળાએ એનેઈશારાથી પૂછ્યું, "ક્યાં જવાનું ? "
"એન.કે." તેણે જવાબ આપ્યો .
રિક્ષા વાળાએ એને કહ્યું કે ,"પેટલાદ એન. કે. ને ! ખાલી એન.કે. નહીં કહેવાનું...પેટલાદ બોલવાનું. "
"હા એ વાત તમારી બરોબર " આકાશ બોલ્યો.
આ વખતે તેણે પ્રકૃતિનું નિરીક્ષણ કર્યુ. સરસ મજાના વૃક્ષોને તે જોઈ રહ્યો. રોડસાઈડના ઘરોને તે નિહાળી રહયો. એવામા તેની નજર રિક્શામાં ચોંટાડેલા બે પોસ્ટર પર પડી. એક તરફ અકકી હતો. અને બીજી તરફ સોનાક્ષી.
"ક્યાં કરાવડાવ્યુ લાઈનિન્ગ ? " તેણે પૂછ્યું
" ભાવનગર" જવાબ મળ્યો
"કેમ શુ થયું ? " રિક્ષા વાળાએ પૂછ્યું
"સરસ કર્યુ છે" આકાશે જવાબ આપ્યો.
તેને ક્યારેક રિક્ષામાં સારા સુવાક્યો પણ વાંચવા મળતા. આ રીતે જ કોઈ એક રિક્ષામાં વાંચેલું એક સુવાક્ય એને અચાનક યાદ આવી ગયું.: મિસ્ટેક્સ આર ઓલ્વેજ ફોરગીવેબલ...ઈટ વન હેઝ ધ કરેજીસ ટુ એડમિટ ધેમ.
ખેર, રિક્ષા એન. કે. આવી પહોંચી એટલે તે ઊતરી ગયો. 'આજે તો બંધ નહીં હોય', તેણે મનોમન વિચાર કર્યો. જ્યારે તે સેવાસદનના સંકુલમાં દાખલ થયો ત્યારે પબ્લિક જોવા મળી. તેને જે બારીએ જઈને પોતાનું કામ કઢાવવાનું હતું તે બારીએ જઈને તે ઊભો રહ્યો. ખુરસી ખાલી હતી. એની ઉપર બિરાજનારો છેક પિસ્તાળીસ મિનિટ બાદ પોતાના સ્થાને આવ્યો. જ્યારે આકાશે પોતાનોઈસ્યુ જણાવ્યો ત્યારે એણે નવું ભોપાળું કાઢ્યુ. કહેવા લાગ્યો, " તમારું નામ સિસ્ટમમાં જોઈ શકાતું નથી. તમારે તમારું નામ ઉમેરાવાનુ રહેશે. "
એ પછી તેણે તેને જે પ્રમાણે કહેવામાં આવ્યું એ પ્રમાણે કર્યુ. આખરે એ પણ જોવા ઈચ્છતો હતો કે 'આગે આગે હોતા હૈ ક્યા ?'
તેની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો પેલા ફાંદધારીની બોચી પકડીને મારામારી પર આવી જાત. પણ આ તો આકાશ હતો. આ તો ભયંકર માનહાનિમાંથી પસાર થયેલો, અન્યો દ્વારા છેતરાયેલો અને બાઈબલને ઘોળીને પી ગયેલો શખ્સ હતો. એણે પેલાના કહ્યા પ્રમાણે કર્યું. તેણે રેશનકાર્ડમાં નામ ઉમેરવાનું ફોર્મ મેળવ્યું અને જરૂરી દસ્તાવેજની નકલો એટેચ કરી અને ભરેલ ફોર્મ જમા કરાવી દીધું. એને એક પહોંચ પણ આપવામાં આવી. અને તેણે એ માટે રૂપિયા વીસ ચૂકવવાના થતા હતા. તે પણ તેણે ચૂકવી દીધા.
જ્યારે તે ઘેર પરત ફરતો હતો એ વખતે એને એવું સમજાયું કે ક્યારેક કેટલાક કાર્ય ક્યારે કરવટ બદલે કંઈ કહી શકાતું નથી. તેને એ પણ શીખવા મળ્યું કે કાર્યમાં વળાંક આવે તો એથી નાસીપાસ નહીં થવાનું. બતકનુ બચ્ચું તરણકલા શીખવા માટે ઊડા પાણીમાં કેવી ડૂબકી મારે છે એવી ડૂબકી મારવાની.
એ પછી એણે પુન: પેલું ગીત ગુનગુનાવી લીધું: જીવન ચલને કા નામ……..જ્યારે તે ઘેર આવ્યો ત્યારે મમ્મી 'દૂત'મા મો ઘાલીને લેખો વાચતાં હતા. તેણે મોબાઈલમાં જોયું તો સમય 3:19 થઈ ગયો હતો. તેણે બેગમાંની ચીજવસ્તુઓ બહાર કાઢી. રિક્ષામાં બેસતા પૂર્વે તેણે અઢીસો ગ્રામ સફરજન અને પાંચસો ગ્રામ કેળાં ખરીધ્યા હતા. તેણે દસ રૂપિયાના કેળાં અને પાંત્રીસ રૂપિયાના સફરજન ખરીધ્યા હતા. મુસાફરી ખર્ચ ચાળીસ રૂપિયા થયો હતો. આમ કુલ ખર્ચ પંચ્યાસી રૂપિયા થયો હતો. એમા પેલી અરજી ફીના વીસ રૂપિયા ઉમેરતા જોઈએ તો રૂપિયા 105 ખર્ચ થયો હતો. થોડીવારમાં મમ્મીએ ચા બનાવી. ચા થવા આવી હતી ત્યાં જ આકાશે ઈલાયચી કે એલચીના ચાર દાણા લઈને તેને એક ગ્લાસમાં વાટી નાખ્યા અને ઉકાળતી ચામાં નાખી દીધા. જેવી તેણે ચા પીધી કે તેને સારું લાગવા લાગ્યું અને એ પછી તે પછીના દિવસની સમસ્યા સામે બાથ ભીડવા તૈયાર થઈ ગયો.
