વલ્કલ વાસંતી પહેરીને
વલ્કલ વાસંતી પહેરીને
1 min
3.1K
ડાળ પરના ફૂલ કેવા ડોલે છે?
કે વસંતી વાયરાને તોલે છે.
કેસરી વલ્કલ વાસંતી પહેરીને
આ કણેકણમાં જગત આંદોલે છે.
ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડે,
સાંજ કેસરયાળું કેસર ઘોલે છે.
એકડો ઘૂંટે પ્રણયની જ્યાં વસંત
દ્વાર આ 'દિલીપ' ક્ષણના ખોલે છે.
